ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આશ્રય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આશ્રય (Patronage) : જૂના સમયમાં કવિઓ, ચિત્રકારોને અપાતા રાજ્યાશ્રયની વિભાવના અત્યારના સમયમાં સર્જકોના રાજ્ય દ્વારા, સાહિત્યિક સંસ્થા દ્વારા કે કોઈ વ્યક્તિ દ્વારા કરાતા સન્માનના અર્થમાં રૂપાંતરિત થઈ છે. રાજા ભોજ દ્વારા કવિ કાલિદાસને અપાયેલો આશ્રય નોબલ પારિતોષિક દ્વારા સન્માનિત નવલકથાકાર માર્કવેઝને મળેલા આશ્રયથી દેખીતી રીતે ભિન્ન છે. હ.ત્રિ.