ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કથક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કથક (Narrator) : કથાસાહિત્યમાં કથન કરનાર. સામાન્ય રીતે કથાસાહિત્યમાં કથન પ્રથમ પુરુષ દ્વારા કે ત્રીજા પુરુષ દ્વારા થતું હોય છે. કથક ઘણીવાર કથાની બહાર પણ રહે છે. આના સંદર્ભમાં ઝેરાર જેનેત કથકના ત્રણ પ્રકારો વર્ણવે છે : પોતે કરેલા કથનમાં પોતાની અનુપસ્થિતિ હોય એવો વિષમવૃત્તાન્તશીલ (Heterodiegetic)કથક; પ્રથમ પુરુષમાં લખાયેલી વાર્તાઓની જેમ પોતાના કથનમાં ઉપસ્થિત હોય એવો સમવૃત્તાન્તશીલ (Homodiegetic)કથક અને પોતે કરેલા કથનમાં માત્ર ઉપસ્થિત જ નહીં પણ મુખ્ય પાત્ર તરીકે કાર્ય બજાવતો હોય એવો સ્વયંવૃત્તાંતશીલ (autodiegetic)કથક. ચં.ટો.