ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કવચસાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search



કવચસાહિત્ય : કાવ્યત્વ અને અધ્યાત્મને સમન્વિત કરતો સંસ્કૃત સાહિત્યનો રચનાપ્રકાર. સંસારયુદ્ધમાં સંરક્ષણ રૂપે કવચ એક બાજુ કામક્રોધાદિથી અભય, તો બીજી બાજુ ઇષ્ટદેવની શક્તિની કૃપા સમર્પે છે. કવચરચનામાં શરણાગતિભાવ કે પ્રપત્તિભાવ મુખ્ય હોય છે. કવચના આશ્રયથી દુસ્તર માયાને જીતવાનો આશય છે. કવચસાહિત્ય મુખ્યત્વે પુરાણોનાં અંગ છે. જેમકે ‘ભાગવતપુરાણ’માં આવેલું ‘નારાયણકવચ’ માર્કણ્ડેય પુરાણમાં આવેલું ‘દેવીકવચ’ કે ‘સ્કંદપુરાણ’માં આવેલું ‘શિવકવચ’. કવચની ફલશ્રુતિમાં મોક્ષપ્રાપ્તિ મહત્ત્વની છે. ચં.ટો.