ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કવાલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કવાલી : ફારસી ‘કૌલ’ પરથી ઊતરી આવેલી કવાલીનો અર્થ છે અંતરના ઊંડાણમાંથી અલ્લાહને હાક મારવી. ગઝલની ધાટીનો આ કાવ્યપ્રકાર એક રીતે જોઈએ તો ગાવાનો એક ઢાળ છે. ડફ અને લયબદ્ધ તાળી સાથે ગવાતા આ ‘કલામ’ની શરૂઆત કરનાર ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી છે જેમણે ઇસ્લામના જટિલ સ્વરૂપને સાદીસરલ ભાષામાં મૂકવાનો પ્રયત્ન કર્યો. ઇબારત એના કેન્દ્રમાં છે. સૂફીઓની મિજલસમાં એનું વિશેષ સ્થાન છે. કવિ કાન્તે ‘આપણી રાત’ કે ‘મનોહર મૂર્તિ’ જેવી રચનાઓમાં એનો પોતાની રીતે ઉપયોગ કર્યો છે. ચં.ટો.