ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કૌટુંબિક કરુણાન્તિકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કૌટુંબિક કરુણાન્તિકા (Domestic Tragedy) : કારુણ્યના અંગત અને ઘરગથ્થુ તત્ત્વ પર કેન્દ્રિત થયેલું મધ્યમવર્ગીય જીવન વિશેનું નાટક. રાજાઓ, રાજકુમારો વગેરે સાથે સંકળાયેલી ભવ્ય શૈલીનાં કરુણાન્ત નાટકોથી આ અલગ પ્રકારનું નાટ્યસ્વરૂપ છે. યૂજિન ઓનીલ, ઇબ્સન, ટેનિસી વિલ્યમ્ઝ વગેરેનાં કેટલાંક નાટકો આ પ્રકારનાં છે. પ.ના.