ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગતિ (Strophe) : ગ્રીકનાટકમાં ગીતનો એક ભાગ ગાતાં ગાતાં કોરસ રંગભૂમિની એક દિશાથી બીજી દિશામાં ગતિ કરે છે. આ પછી ગીતનો એના જેવો જ બીજો ભાગ ગાતાં ગાતાં કોરસ પ્રતિગતિ (antistrophe) કરે છે, વિરુદ્ધ દિશામાં પાછું ખસે છે. કોઈપણ પદ્યખંડમાં સમાન્તર પંક્તિઓ દ્વારા રચાતા વિભાજન માટે પણ આ સંજ્ઞા વપરાય છે. ચં.ટો.