ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગેસ્ટાલ્ટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ગેસ્ટાલ્ટ(Gastalt): મનોવિજ્ઞાનમાંથી સ્વીકારવામાં આવેલી આ જર્મન સંજ્ઞાનો અર્થ છે: સમસ્ત. સાહિત્યક્ષેત્રે સાહિત્યકૃતિની અખિલાઈની વિભાવના એમાંથી સૂચિત છે. લય, કલ્પન, સંરચના, ધ્વનિ – આ સર્વના આંતરસંબંધોના સંયોજનમાંથી જે પ્રભાવ જન્મે છે એને જુદાજુદા ઘટકોના પરીક્ષણથી સમજાવી શકાતો નથી. ચં.ટો.