ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ઘ/ઘનીકરણ


ઘનીકરણ (condensation): ફ્રોઈડ સૂચિત સ્વપ્નવિશ્લેષણની આ સંજ્ઞા સાહિત્યક્ષેત્રે કોઈએક શબ્દ કે કલ્પનપ્રતીક મારફતે બે યા એથી વધુ વિચારો-સ્મૃતિઓ લાગણી-વૃત્તિઓની પ્રસ્તુતિ થઈ હોય ત્યારે ઉપયોગમાં લેવાય છે. એમાં ઘણા બધા માનસિક વ્યાપારોની લઘુલિપિ (psychic shorthand) જોઈ શકાય છે, અને તેથી એક કરતાં અનેક વાસ્તવનો એકસાથે અનુભવ શક્ય બને છે. ચં.ટો.