ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ઘ/ઘોર નાટ્ય
Jump to navigation
Jump to search
ઘોર નાટ્ય (Black Comedy/Dark Comedy): તીવ્ર અશ્રદ્ધા અને નિર્ભ્રાંતતાની રજૂઆત કરતો નાટ્યપ્રકાર. નિર્ભ્રાંત, નિરાશાવાદી તથા નિષ્ઠાશૂન્ય પાત્રોનો, દુર્બોધ સત્તા, પ્રારબ્ધ કે દૈવ સાથેનો સંબંધ ઊભો કરી ઘેરી નિરાશાની અનુભૂતિની નિર્મમ હાસ્ય દ્વારા અભિવ્યક્તિ કરતી સાહિત્યકૃતિ. વીસમી સદીમાં ‘થિયેટર ઑવ એબ્સર્ડ’માં આ પ્રકારની નાટ્યકૃતિઓ જોવા મળે છે. એડવર્ડ ઍલ્બી, હેરલ્ડ પિન્ટર, જ્યાં આનુચિ વગેરે નાટ્યકારોએ આ પ્રકારનાં નાટકો આપ્યાં. આ પ્રકારના નાટકનાં બીજ શેક્સપિયરનાં કેટલાંક નાટકોમાં પડેલાં છે; જેમકે, ‘મેઝર ફોર મેઝર’, ‘ઓલઝ વેલ ધેટ એન્ડ્ઝ વેલ’, ‘વિન્ટર્ઝ ટેલ’ વગેરે. પ.ના.