ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તરેહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તરેહ (Pattern) : ચિત્રકલા, સંગીત કે સાહિત્યક્ષેત્રે વ્યવસ્થાતંત્રને અનુસરીને ઘટકોના સમાનવિન્યાસના પુનરાવર્તનથી લાક્ષણિક આકાર લેતું વૃત્તિઓ અને ગુણધર્મોનું સંયોજન. પદ્યસ્વરૂપમાં ધ્વનિઓ અને શબ્દોના આંદોલનો દ્વારા થતી અભિવ્યક્તિ એનું ઉદાહરણ છે. ચં.ટો.