ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દુર્બોધતા
Jump to navigation
Jump to search
દુર્બોધતા (Obscurity) : વ્યવહારભાષાનું ધ્યેય પ્રત્યાયન દ્વારા તાત્કાલિક અર્થસંક્રમણનું છે અને તેથી એ ભાષા સરખામણીએ સુગમ હોય છે; જ્યારે કવિતાભાષાનું ધ્યેય કેવળ અર્થસંક્રમણ નથી અને તાત્કાલિક અર્થસંક્રમણ પણ નથી અને તેથી એ ભાષા દુર્બોધ હોય છે. બીજી રીતે કહીએ તો વ્યવહારમાં દુર્બોધતા જે દોષરૂપ છે તે કવિતામાં ભાષાને તીવ્ર રીતે સંવેદિત કરાવવાના એક પ્રપંચ રૂપે ઉપસ્થિત થાય છે. આધુનિક સાહિત્યે આ પ્રપંચનો વિશેષ ઉપયોગ કર્યો છે.
ચં.ટો.