ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દ્રશ્યબંધ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



દૃશ્યબંધ (Scenario) : ચલચિત્રની પટકથાના વસ્તુની રૂપરેખા. પટકથા તૈયાર કરતાં અગાઉ પાત્રો, પ્રસંગો તથા વાર્તાના મુખ્ય પ્રસંગોને આધારે તૈયાર કરાતી આ રૂપરેખા સમગ્ર પટકથાનાં મહત્ત્વનાં પાસાંઓનો ખ્યાલ આપે છે, તથા વાર્તાનાં મુખ્ય દૃશ્યોનો ક્રમવાર નિર્દેશ કરે છે. ચં.ટો.