ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરિકર
Jump to navigation
Jump to search
પરિકર : અર્થાલંકારનો એક પ્રકાર. ગર્ભિત, અર્થપૂર્ણ વિશેષણો ધરાવતા કથનને પરિકર અલંકાર કહેવાય છે. આ વિશેષણોમાં વાચ્યાર્થ ઉપરાંત વ્યંગ્ય અર્થ પણ હોય છે. જેમકે, ‘અત્યન્ત ઓજસ્વી, માનને ધન માનનારા, ધનથી સત્કારાયેલા, તેમજ ભેદવૃત્તિ વગરના, ધનુર્ધારીઓ પ્રાણને ભોગે પણ તેનું (દુર્યોધનનું) પ્રિય કરવા ઇચ્છે છે’ દુર્યોધનના યોદ્ધાઓનો પરિચય કરાવતાં આ બધાં વિશેષણો વ્યંગ્યાર્થયુક્ત છે.
જ.દ.