ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પુસ્તિકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પુસ્તિકા, ચોપાનિયું (Brochure) : આ સંજ્ઞા તેના મૂળ અર્થમાં સિલાઈ કરેલા પૃષ્ઠોવાળી નાની પુસ્તિકાનું સૂચન કરે છે. અત્યારે આ સંજ્ઞા સામાન્ય રીતે માહિતીપ્રદ, નાના કદની પુસ્તિકા માટે પ્રયોજવામાં આવે છે. મહદઅંશે આ પ્રકારની પુસ્તિકામાં વસ્તુ કે વિષય અંગેની સામગ્રી આપવામાં આવે છે. હ.ત્રિ.