ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રશસ્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રશસ્તિ(Eulogy) : લેખિત કે મૌખિક, વ્યક્તિ કે એના કાર્યની પ્રશસ્તિ. જેમકે ઉમાશંકર જોશીના ‘ચન્દ્રવદન એક ચીજ’ની પંક્તિઓ : “કૈંક ઇલાના માડીજાયા/રંગાચાર્ય નટ લાડકવાયા/ શબ્દપીંછીરંગી તસ્વીરોના કીમિયાગર./ઘરઆંગણ ક્યારેક અદીઠા નકરા ચં.ચી./પરદેશે તે ઊંચક્યા ના ઊંચકાય,/ પ્રોફેસર ડૉક્ટર સી. સી. કંઈના કંઈ સી. સી.,/મશિયુ સી. સી. રંગમુકુટ કંઈ શિર ધરી આવ્યા./દોન કિહોતેના પગલે પગલે ફરી આવ્યા./એક અલકમલકની ચીજ/ચન્દ્રવદન તે ચન્દ્રવદન તે ચન્દ્રવદન... ચં.ટો.