ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રેરકતાવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રેરકતાવાદ (Propulsive Theory) : કાવ્યની સર્જનપ્રક્રિયા અંગે હરિવલ્લભ ભાયાણીએ બે વાદનો પુરસ્કાર કર્યો છે પ્રેરકતાવાદ અને પ્રયોજનવાદ (Finalist Theory) પ્રેરકતાવાદના મતે કશુંક પૂર્વવર્તી બળ પાછળથી ધકેલે છે; જ્યારે પ્રયોજનવાદના મતે કશુંક દૂરવર્તી લક્ષ્ય પોતાની તરફ ખેંચે છે. ચં.ટો.