ભાવોદય : સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં જ્યાં એક ભાવની શાંતિ કે એના શમન પછી અન્ય ભાવનો ઉદય થાય એને ચમત્કાર ગણી એ સ્થિતિને ભાવોદયની સ્થિતિ તરીકે ઓળખાવી છે. ચં.ટો.