ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લાભાંશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લાભાંશ(Bonus) : ન્યૂયોર્કના સ્ટોક એક્સચેન્જની ઉપશિષ્ટ ભાષામાંથી આવેલી આ સંજ્ઞાનો વિલ્યમ સ્ટેફર્ડે સાહિત્યક્ષેત્રે ઉપયોગ કર્યો છે. કાવ્યરચના સમયે ક્યારેક ભાગ્યવશાત્ જે આનંદદાયક ભાષાના અકસ્માતો સર્જાય છે એનો અહીં નિર્દેશ છે. ચં.ટો.