ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વર્ણવિનિમય
વર્ણવિનિમય(Anagrammatism) : કોઈએક શબ્દના કે વાક્યખંડના વિનિમય કે વિપર્યાસ દ્વારા નવા શબ્દ કે નવા વાક્યખંડની નિર્મિતિ. કવિતામાં વર્ણવિનિમય અંગેની વિકસેલી વિવેચનાત્મક સૂઝ અને વર્ણવિનિયમના પ્રભાવો તેમજ કાવ્યયોજના અંતર્ગત એના કાર્ય અંગે ઊભી થયેલી અભ્યાસની દિશા મહત્ત્વની છે. કાવ્યની આસ્વાદરુચિમાં એનો સમૃદ્ધ ઉમેરો હશે. જેમકે ઉમાશંકર જોશીના ‘પ્રકભુવિ’ કાવ્યની પંક્તિઓ : ‘અંતે રહે એક નિરાકાર / રહે એક અશબ્દ નામ / તું.... / હું.... / પ્રભુ.... કવિ..... પ્રકભુવિ.’
ચં.ટો.