ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વર્ણન
Jump to navigation
Jump to search
વર્ણન(Description) : સાહિત્યકૃતિમાં આવતું વર્ણન સમય તેમજ સ્થળની મુખ્ય વિશેષતાઓને રજૂ કરે છે અને કૃતિના પરિવેશ(setting)નું સર્જન કરે છે. કાલિદાસ, વાલ્મીકિ આદિનાં ઋતુવર્ણનો, સ્થળવર્ણનો વગેરે સુવિદિત છે. ઉપરાંત વિવેચનમાં તાર્કિક વિશ્લેષણની દૃષ્ટિએ ‘વર્ણન’ એક વિવેચનાત્મક ઉપકરણ છે. આ ઉપકરણ કૃતિનાં ઘટકતત્ત્વોનાં વિશ્લેષણમાં ઉપકારક નીવડે છે. જેમકે, ભૃગુરાય અંજારિયાએ કરેલું ‘કાન્ત’નાં ખંડકાવ્યોના છંદોનું વિશ્લેષણ. ચં.ટો.