ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિનિક્ષેપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિનિક્ષેપ(Desedimentation) : દેરિદાએ વિરચનને પ્રારંભમાં આ સંજ્ઞાથી ઓળખાવેલું. આ ટેક્નીક દ્વારા કૃતિના વિસ્મૃત અને સુષુપ્ત અર્થોના કીટાને બહારની સપાટી પર લાવવામાં આવે છે. આ કીટો કે કાંપ સંચિત થઈને કૃતિના તાણાવાણામાં ઠરેલો હોય છે. આથી વિરચનમાં મૃગણાનો માર્ગ નક્કી થઈ શકે છે. ચં.ટો.