ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિનોક્તિ


વિનોક્તિ : જ્યાં એક પદાર્થ વિના બીજો પદાર્થ શોભાપ્રદ નથી એવું વિધાન કરવામાં આવે ત્યારે વિનોક્તિનો પહેલો પ્રકાર અને એક પદાર્થ વિના બીજો પદાર્થ શોભાપ્રદ છે એવું વિધાન કરાય ત્યારે વિનોક્તિનો બીજો પ્રકાર બને છે. આ અલંકારમાં વિના કે તેના સમાનાર્થી પદોનો પ્રયોગ જરૂરી છે. જેમકે, “ચન્દ્ર વિના રાત્રી શોભે નહિ અને રાત્રી વગર ચન્દ્ર ઝાંખો લાગે.” જ.દ.