ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિરૂપીકરણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિરૂપીકરણ(De-formation) : રશિયન સ્વરૂપવાદીઓ દ્વારા પ્રચલિત સંજ્ઞા. સાહિત્યમાં, ખાસ કરીને, કાવ્યમાં શબ્દક્રમનો વ્યત્યય-વ્યુત્ક્રમ કોઈ સ્વચ્છંદતાને કારણે જન્મેલો દોષ નથી. તે પ્રયોજનપૂર્વક યોજેલું સાભિપ્રાય વિ-રૂપીકરણ છે. આમ કરવાનું પ્રયોજન વિચિત્રતા તથા કૂટતા સાધવાનું છે. આ જાતનું વિ-રૂપીકરણ વર્ણ, રૂપ અને વાક્ય એમ ભાષાના દરેક અંગને સ્પર્શે છે. સ્વરૂપવાદીઓ માને છે કે ભાષા એ કાવ્ય પર ગુજારેલો સુયોજિત અત્યાચાર (organized violence) છે. એટલે જ શ્કલોવ્સ્કી જેવા વિવેચકો કહે છે કે કાવ્ય એ તત્વત : પુનર્ઘટિત વિ-કૃત ભાષા છે. ચં.ટો.