ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શૃંગારસાહિત્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શૃંગારસાહિત્ય(Erotic literature) : પ્રેમસાહિત્ય અને શૃંગારસાહિત્ય વચ્ચે ભેદ કરવો જરૂરી છે. પ્રેમસાહિત્ય યૌન વીગતોને ચાતરીને ચાલે છે. જ્યારે શૃંગારસાહિત્ય યૌનપ્રેમને, યૌન વિષયને લક્ષમાં રાખે છે. શૃંગારસાહિત્ય પ્રેમાનુરાગનાં દૈહિક પાસાંઓ પર અલબત્ત ધ્યાન આપે છે. પરંતુ અશ્લીલ સાહિત્યની જેમ સૌન્દર્યનિષ્ઠ ધોરણોની ઉપેક્ષા નથી કરતું, બલ્કે સૌન્દર્યનિષ્ઠ ધોરણોને જાળવીને આગળ વધે છે. હ.ત્રિ.