ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંસ્મરણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સંસ્મરણ(Memoir) : સંસ્મરણ અને આત્મકથા પર્યાયવાચી લાગતાં હોવા છતાં બાહ્ય ઘટનાઓ અને વ્યક્તિઓ પર બદલાતા ભારને કારણે સંસ્મરણ આત્મકથાથી અલગ છે. સંસ્મરણ લેખકના પોતાનાં વ્યક્તિત્વ અને કાર્યોને બદલે અન્યનાં વ્યક્તિત્વો અને કાર્યોને મહત્ત્વ આપે છે. એટલેકે સંસ્મરણમાં પોતાના જીવનસંદર્ભે બૃહદ્ પરિપાર્શ્વની ખેવના કરવામાં આવે છે. લેખક, એ જે જગતમાં અને સમયમાં જીવ્યો હોય એના પર ધ્યાન કેન્દ્રતિ કરે છે. લેખકના અંગત અનુભવથી નિયંત્રિત અને વિશેષ ચિત્તવૃત્તિથી રંગાયેલું હોવાથી સંસ્મરણ ઇતિહાસ જેટલું શ્રદ્ધેય નથી, તેમ છતાં ઇતિહાસકારને માટે મહત્ત્વની સામગ્રી બની શકે છે. ‘દર્શક’નું પુસ્તક ‘સદ્ભિ : સંગ :’ આનું ઉદાહરણ છે. ચં.ટો.