ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સત્તામીમાંસા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સત્તામીમાંસા(Ontology) : અસ્તિત્વની સમસ્યાનું અધ્યયન કરતું વિજ્ઞાન. ભૌતિક, આધ્યાત્મિક કે સંવેગજન્ય અસ્તિત્વથી પર, માત્ર અસ્તિત્વની પ્રકૃતિનો આ શાખા અભ્યાસ કરે છે. નવ્ય વિવેચનમાં આ સંજ્ઞા કાવ્યની સંરચના અને એનું પોત જેમાં કાવ્યનો સંપૂર્ણ અર્થ સમાયેલો છે તેનો નિર્દેશ કરવા માટે પ્રયોજાય છે. હ.ત્રિ.