ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સત્યાભાસ
સત્યાભાસ(Verisimilitude) : માનવજીવનની સામગ્રીનાં નિપુણતાથી થયેલાં સંકલન અને પ્રસ્તુતિ દ્વારા સાહિત્યમાં આ ગુણ સિદ્ધ કરી શકાય છે. કોઈપણ કલ્પનાપૂર્ણ સાહિત્યકૃતિનાં પાત્રો અને એમનાં કાર્યોની સંભવિતતા કે શક્યતા અંગેની શ્રદ્ધા જન્માવતો વાસ્તવિકતાનો સત્યાભાસ હોય છે. પ્રાચીન અને અર્વાચીન, બંને વિવેચન એક વાતે સંમત છે કે આદર્શીકૃત યા ખરેખરી વાસ્તવિકતાનો કોઈ એક અંશ અનુકરણને પ્રમાણિત બનાવવામાં કારણભૂત બનતો હોય છે. હ.ત્રિ.