ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સર્જકકેન્દ્રીકૃતિ
Jump to navigation
Jump to search
સર્જકકેન્દ્રીકૃતિ(Scriptible/writerly text) : S/Zમાં બાલ્ઝાક પર ચર્ચા કરતાં રોલાં બાર્થે વાચનક્ષમ અને અવાચનક્ષમ કૃતિઓ વચ્ચે ભેદ કર્યો છે. પરંપરાગત વાચનક્ષમ કૃતિઓ સુગમ હોય છે પણ વાસ્તવમાં એ અગતિક હોય છે. ભાવક માટે એમાં સહસર્જનનો અવકાશ નથી. આ કૃતિઓ વાચકકેન્દ્રી Lisible (readerly) text છે. તો બીજી બાજુ, આધુનિક અ-વાચનક્ષમ કૃતિઓ લખી શકાય છે પણ એને કેમ વાંચવી એ હજી આપણે જાણતા નથી હોતા. અહીં ભાવક નિષ્ક્રિય રહી શકતો નથી. અહીં પ્રક્રિયા છે, વસ્તુ નથી. અહીં સંરચન છે, સંરચના નથી. આ કૃતિઓ સર્જકકેન્દ્રી કૃતિઓ છે.
ચં.ટો.