ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્થલવાચક કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સ્થલવાચક કવિતા(Topographical poetry) : ઇંગ્લેન્ડમાં અઢારમી અને ઓગણીસમી સદીમાં પ્રચલિત, વિશિષ્ટ ભૂમિ-ફલકને નિરૂપતા આ કાવ્યપ્રકાર અંગે જ્હોન્સને પહેલીવાર સંજ્ઞા આપેલી અને વ્યાખ્યા કરેલી કે એનો મૂળભૂત વિષય કોઈ ભૂમિદૃશ્ય હોય છે; જેનું કાવ્યમય વર્ણન કરવામાં આવે છે અને એમાં ઐતિહાસિક પશ્ચાદ્દદર્શન કે આકસ્મિક ચિંતન આવીને ભળે છે. એક રીતે જોઈએ તો આ કાવ્યપ્રકારમાં કવિની મનોમુદ્રાઓને સ્થલ દ્વારા તેમજ સ્થલોને કવિની મનોમુદ્રાઓ દ્વારા વાચકતા સાંપડે છે. ચં.ટો.