ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સ્વપ્ન-રૂપકકથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સ્વપ્ન-રૂપકકથા(Dream-Allegory) : મધ્યકાલીન અંગ્રેજકવિઓ દ્વારા સર્જાયેલું રૂઢ નિરૂપણાત્મક સ્વરૂપકથક નિરૂપક (narrator) નિદ્રાધીન થાય છે અને સ્વપ્નસૃષ્ટિમાં સરી પડે છે. જે સ્વપ્નો તે જુએ છે તે રૂપકનો જ એક ભાગ હોય છે. તેરમી સદીમાં ફ્રેન્ચ ભાષામાં લખાયેલ ‘Romen de la Rose’ આ પ્રકારનું ઉદાહરણ છે. મધ્યકાળ પછી આ સ્વરૂપનું મહત્ત્વ ઓછું થયું પણ સંપૂર્ણપણે લુપ્ત થયું નહિ. આધુનિકકાળ પર્યંત આ સ્વરૂપ એક યા બીજી રીતે સર્જાતું રહ્યું છે. જેમ્સ જોય્સની નવલકથા ‘finnagans wake’ કે ગુજરાતીમાં રાધેશ્યામ શર્માની ‘સ્વપ્નતીર્થ’ જેવી નવલકથા આ સ્વરૂપના નિદર્શનરૂપ છે. હ.ત્રિ.