ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/ડૉલરરાય રંગીલદાસ માંકડ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ડૉલરરાય રંગીલદાસ માંકડ

જાતે વડનગરા નાગર ગૃહસ્થ છે. એમનો જન્મ ઇ. સ. ૧૯૦૨માં કચ્છમાં વાગડમાં જંગી ગામે થયો હતો. એમના માતુશ્રીનું નામ ઉમિયાગવરી છે. એમનું મૂળ વતન કાઠિયાવાડમાં જોડીઆમાં છે. તેમણે માધ્યમિક શિક્ષણ જોડિયા તથા રાજકોટ ગામમાં લીધેલું અને ઉંચા શિક્ષણ માટે બહાઉદીન (જુનાગઢ) તથા દયારામ જેઠમલ સિંધ (કરાંચી) કૉલેજમાં અભ્યાસ કરેલો. તેઓએ સન ૧૯૨૪માં બી. એ;ની પરીક્ષા બીજા વર્ગમાં પાસ કરેલી અને એમ. એ;ની પદ્વી બીજા વર્ગમાં સન ૧૯૨૭માં લીધેલી. હાલમાં તેઓ કરાંચીમાં દયારામ જેઠમલ સિંધ કૉલેજમાં સંસ્કૃત અને ગુજરાતીના અધ્યાપક છે. એમનો પ્રથમ લેખ પૂરાતત્ત્વમાં (વર્ષ ૨, –અંક ૪) “એ ત્રણ નાટકો” નામનો પ્રેમાનંદના નાટકોના કર્તૃત્વ વિષે ઉંડી અભ્યાસપૂર્ણ ચર્ચા કરતો, છપાયો હતો અને તે લેખ સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદના રિપોર્ટમાં પણ લેવાયો છે.

તે પછી એમની સાહિત્ય પ્રવૃત્તિ દિન પ્રતિદિન વધતી અને ખીલતી જાય છે.

ભાષાશાસ્ત્ર અને ગવેષણા એ એમના પ્રિય વિષયો છે અને ‘પ્રસ્થાન’ અને અન્ય માસિકોમાં ભાષા વિષે લખાઈ આવતા એમના લેખો અભ્યાસીઓ તરફથી આદરપૂર્વક વંચાય છે. વળી ‘નાગરિક’ નામનાં કોમી ત્રૈમાસિકના સહમંત્રી તરીકે પણ એમની સેવા ધ્યાન ખેંચે છે. કરાંચીમાં તેઓએ ગુજરાતી મંડળ સ્થાપીને ભાષા, સાહિત્ય તેમજ સંસ્કૃતિ પ્રચારણનું સ્તુત્ય કાર્ય આદરી રહ્યા છે, જેનો કંઇક ખ્યાલ તેમણે કરાંચી સાહિત્ય–કળા મહોત્સવ અંક કાઢેલો છે તે પરથી આવશે.

એમના ગ્રંથોની યાદી:

Studies in Dasarupam 1927
૧ શક્રાધ્ય : સ્તોત્રનું ભાષાંતર (સન ૧૯૨૮)
૨ રૂદ્રાધ્યાય [મૂળ, ભાષાંતર, ટીકા] (સન ૧૯૨૯)
૩ લગ્નવિધિ (ભાષાંતર) (સન ૧૯૨૯)