ચાંદરણાં/શબ્દ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


31. શબ્દ


  • પાણી વગરનો કૂવો અને પાણી વગરનો માણસ ઊંડો જ હોય.
  • એંઠા શબ્દોને કવિ જ માંજીને સ્વચ્છ કરે છે!
  • શબ્દની અશક્તિ એ છે કે પોતાના દુરુપયોગને તે રોકી શકતો નથી.
  • શબ્દને પણ ગંધ હોય છે.
  • ન લખાયેલા શબ્દો લેખકનું ભવિષ્ય હોય છે!
  • સારા ગણાતા શબ્દોથી જ સાહિત્ય બનતું નથી.