ચિલિકા/સર્જક-પરિચય
શ્રી યજ્ઞેશ દવે ગુજરાતી સાહિત્યના નોંધપાત્ર સર્જક છે. એક્સપરિમેન્ટલ બાયૉલૉજીમાં પીએચ.ડી. થયા છે. આકાશવાણી, રાજકોટમાં આસિસ્ટન્ટ સ્ટેશન ડાયરેક્ટર તરીકે સેવાઓ આપે છે. કવિ, નિબંધકાર, આસ્વાદક, અનુવાદક અને બાળસાહિત્યકાર તરીકે જાણીતા છે. એમને ગુજરાતી સાહિત્યનાં ઘણાં પ્રતિષ્ઠિત ઍવૉર્ડ/પારિતોષિકો પ્રાપ્ત થયાં છે. ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય કક્ષાનાં કવિસંમેલનોમાં કવિ તરીકે માનભર્યું સ્થાન પામ્યા છે. ગુજરાતી વિવિધ યુનિવર્સિટીઓમાં એમના કાવ્યસંગ્રહો વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં પસંદ થયા છે. અંગ્રેજી, હિન્દી, ઉર્દૂ અને બંગાળી ભાષામાં એમની કવિતાઓ અનૂદિત અને પ્રકાશિત થઈ છે. આકાશવાણી-યોજિત અખિલ ભારતીય સ્તરની સ્પર્ધામાં તેમના ગુજરાતી રેડિયો-કાર્યક્રમો માટે એમને પાંચ ‘આકાશવાણી વાર્ષિક પુરસ્કાર’ પ્રાપ્ત થયા છે. એમની જન્મતારીખ છેઃ ૨૪-૩-૧૯૫૪ સરનામુંઃ ડૉ. યજ્ઞેશ દવે C/o. ડૉ. ગોપાલ વ્યાસ એ/૮, કિરણ સોસાયટી, રેસ કોર્સ, રાજકોટ-૩૬૦૦૦૧ ફોનઃ (૦૨૮૧) ૫૮૪૫૩૩ આ પ્રવાસનિબંધ ‘ચિલિકા’ વાંચવાની મજા પડે તો લેખકને અને અમને પત્ર જરૂર લખશો. — પ્રકાશક