ચૂંદડી ભાગ 1/41.વીરા! ચાંદલિયો ઊગ્યો ને (મામેરું)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
41

અરેરે વીરા! આટલું બધું મોડું કેમ થયું!

વીરા! ચાંદલિયો ઊગ્યો ને હરણ્યું આથમી રે
વીરા! ક્યાં લગણ જોઉં તમારી વાટ રે
મામેરા-વેળા વહી જશે રે!
બેની! પાટણ ગ્યો’તો પટોળાં વોરવા રે
બેની! પાટણમાં પડી’તી હડતાળ
અમદાવાદ ગ્યો’તો વોરવા રે!
વીરા! ચાંદલિયો ઊગ્યો ને હરણ્યું આથમી રે
વીરા! ક્યાં લગણ જોઉં તમારી વાટ રે
મામેરા-વેળા વહી જશે રે
બેની! ચીતળ ગ્યો’તો ચૂંદડી વોરવા રે
બેની! ચીતળમાં પડી’તી હડતાળ
અમદાવાદ ગ્યો’તો વોરવા રે