ચૂંદડી ભાગ 1/82.લીલુડા વાંસની વાંસળી (કન્યા વળાવતાં)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


82

એક પક્ષે અફસોસ, ને બીજે પક્ષે આનંદ : ઉલ્લાસભરી જાન ગામેગામના પાદરમાંથી ચાલી જાય છે :

લીલૂડા વાંસની વાંસળી મારે જાનમાં વાગતી જાય!
ગામને પટેલીએ પૂછિયું : આ ક્યાંનો રાજા જાય?
નથી રાજા નથી રાજવીર, મારે …ભાઈ પરણીને જાય
— લીલૂડાં.

ગામની પાણિયારીએ પૂછિયું : આ ક્યાંનો રાજા જાય!
નથી રાજા નથી રાજવીર, મારે …ભાઈ પરણીને જાય
— લીલૂડા.
ગામને ગોવાળીડે પૂછિયું : આ ક્યાંનો રાજા જાય?
નથી રાજા નથી રાજવીર, મારે…ભાઈ પરણીને જાય
— લીલૂડા