જનપદ/અમર બની ગયા છીએ !

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અમર બની ગયા છીએ !એરુ થઈને આભડ્યું
અજવાળું અંધારું.
આંખ આંધળો ડુંગરો
ઊડ ઊડ ઢળનારો.

આઠ પ્રહર આરોગતા
ઝનૂન ડળકતાં ધાન.
તાંતર વાંતર માંકડાં
ઊલ્યાં ભાન ને સાન.

પ્રથમીના પેટાળથી
ઊગ્યાં વખનાં ઝાડ.
તળે તેહની છાંયમાં
ઘેન ઢળ્યા આ વાર.

અમે સોમ પીધો છે
અમે આલોકમાં પહોંચી ગયા છીએ !
અમે દેદિપ્યમાન દેવતાઓને જોઈ લીધા છે.
અમે અમર બની ગયા છીએ ॥