જનપદ/માડી જાયાં
Jump to navigation
Jump to search
માડી જાયાં
એટલે તો મોંકાણ છે.
દીવો ધરી
એ આકાશપાતાળ ઉકેલવા સંચર્યા છે
સુંદરની સોડમાં દીવો મૂકે છે.
ખીલ્યું ફૂલ જોયું કે ચૂંટ્યું
ઉપર હોઠ માંડી પીધો રસ.
થૂ–થૂ– થૂઈ.
પછી ફૂલ પર ખુલાસી વમન કરે.
ફૂલના મૂળમાં, ભોંયમાં, ખાતરપાણીમાં,
બીજમાં, પર્યાવરણમાં શોધે છે
દોષનાં કારણ.
નજર ચુકાવી ગાંઠ ગૂંજાનાં વિષાણું છોડ પર ગોઠવે છે.
હાથ લાગ્યું બધું ભોં ભેંગું કરવા
વરુબાપાને સમરીને
ભૂત ભવિષ્ય વર્તમાનમાં
વાયરો વાઢતી તલવાર વીંઝે છે.
ખમા ખમા.
તલવાર ગઈ.
મૂઠનાં જતન કરો.
ભાઈ, આપણે એક માડી જાયાં છીએ.