જનપદ/દાઢમાં
Jump to navigation
Jump to search
દાઢમાં
બસ એક પરપોટીએ જ
જળના માથે
ધીંગાણું કર્યું.
એક રાડ.
કાંઇ પરપોટીનો સવાદ નહોતો અમને.
અમે તો
બેઠા હતા
પડવા પૂનમ ચંદન રાતના માળે
એ ઘડી
જળને ઊગી પરપોટી.
ઝાઝા દિવસ
એથીય ઝાઝેરી રાત મથી
વલોવ્યાં માખણની પાળ બાંધી
વાર તહેવારે
સારા હીણાએ
પરપોટી ભેગા અમે પરપોટી
પાણીનાં ગોઠિયાં.
સોયની અણીના કરોડમા ભાગથી ય નાનાં
નવ છિદ્ર પહેલાંથી જ પરપોટી પર.
એક ખાટી લહેરખી
ભમ્મર ભાલા લઈ પરપોટીને દાઢમાં
રાખી રહેલી
પરપોટીને રમાડી રમાડીને
જળ પર ફોડી.
તારા સુખમાં પરપોટી ભાગ પડાવતી હતી ?