જયદેવ શુક્લની કવિતા/૨૬ જુલાઈ ૨૦૦૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૬ જુલાઈ ૨૦૦૮


બ્લાસ્ટમાં
વધેરાઈ ગયેલાં
ને
ઘવાયેલાં
સ્ક્રીન પર.

જખ્મી બાળકના
લોહિયાળ પગ પર
લીલી, ભૂખરી, કાળી માખીઓ
બણબણે છે.
બણબણતી માખીઓ
ઉડાડવા
મારો ઉદાસ હાથ
ફાંફા મારે છે,
ને ભીંત સાથે
અથડાય છે
ધડામ્‌.