દલપત પઢિયારની કવિતા/ઉમૈડી!
Jump to navigation
Jump to search
મારા વાડામેં ઉમૈડી,
ઉમૈડી લચકાલોર, અઢળક ઉમૈડી!
ઉમૈડી અધવચ ઉતારા,
અંદર અંધારું ઘોર, અઢળક ઉમૈડી!
ઉમૈડી હફરક હડદોલો,
હડદોલે ઝાઝું જોર, અઢળક ઉમૈડી!
ઉમૈડી અડધું વાડોલું,
અડધું ઊગ્યું કલશોર, અઢળક ઉમૈડી!
ઉમૈડી ઊઘલી અણધારી,
મહીં કાચા તણાતા દોર, અઢળક ઉમૈડી!
કોણે ઊંઘમાં વેડી ઉમૈડી?
સૈ! કોણે ઉડાડ્યા મોર, અઢળક ઉમૈડી!