દલપત પઢિયારની કવિતા/હોંચી રે હોંચી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
હોંચી રે હોંચી

એક ગર્દભડી જે ગાજરની લાંચી...
                   હોંચી રે હોંચી!
કુશકા ખાતાં એને કાંકરી ખેંચી,
                   હોંચી રે હોંચી!
ઊભી બજારેથી ભાગોળે ભૂંચી...
                   હોંચી રે હોંચી!
લાવો પટોળાં ને લાવો લ્યા પાં’ચી!
                   હોંચી રે હોંચી!
મારે લીધે આખી અરવલ્લી ઊંચી...
                   હોંચી રે હોંચી!
હેંડી હેંડી ને હું તો હિમાલય પ્હોંચી!
                   હોંચી રે હોંચી!
છેલ્લે શિખર જઈને બાંધેલી માંચી....!
                   હોંચી રે હોંચી!
અંધારામેં મેં તો ઉપનિષદ વાંચી...
                   હોંચી રે હોંચી!
વાંચી વાંચીને બધી વૈકુંઠ ઢાંચી...
                   હોંચી રે હોંચી!