દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/પણ ઘર, તને તો સારું છે ને?


ઘર
૨. પણ ઘર, તને તો સારું છે ને?

પણ ઘર, તને તો સારું છે ને?
ભીંતોના રંગના પોપડા ઊખડતા નથી ને?
બારણાં કચૂડતાં નથી ને?
બારીની ઇસ્ટાપરીઓ સટકી નથી ને?
છાપરું ગળતું નથી ને?
લાદી પર ધૂળ ચોંટી નથી ને?
પાણીનો નળ ટપકતો નથી ને?
વીજળીનું બિલ વખતસર ભરાય છે ને?
ટપાલી કાગળ લાવે છે ને?
છાપું આવે છે?
ઓળખીતાં-પાળખીતાં અજાણ્યાં વેળકવેળે ઘંટી બજાવે છે?

બધાં કહે છે તું તો વણનોતર્યો આવે