દિલીપ ઝવેરીનાં ચૂંટેલાં કાવ્યો/વહાણ

From Ekatra Foundation
Jump to navigation Jump to search

મોતના દહાડા ( SAMEEPE : 21)

૧. વહાણ

ઠેઠ આઘે તરતું
ખુલ્લે શઢ ચોખ્ખું દેખાતું વહાણ હલતું નથી
એમ લાગે
અને દરિયાનાં મોજાં જંપેલાં
કાંઠાની ચળકતી રેતી સળવળે નહીં

પણ એ વહાણમાં
દૂરબીનથી કિનારાને શોધતું
મારું મોત
વિના ઉતાવળ
બેઠું છે

સમદરના ઊંડા દરિયે ઠરીઠામ સૂતો હું જાણું છું