ધ્વનિ/હો સાંવર થોરી અઁખિયનમૈં
૨૮. હો સાંવર થોરી અઁખિયનમૈં
હો સાંવર થોરી અઁખિયનમૈં જોબનિયું ઝૂકે લાલ,
મારી ભીંજ ચોરી ચુંદરિયાં તું ઐસો રંગ ન ડાલ,
તું નંદલાલરો છકેલ છોરો,
મૈં હૂઁ આહીર બેટી રી;
ફૂલનહાર ગલેમૈં દૂજી,
હાર રહેગી છેટી રી;
હો સાંવર લીની કેસર ઝારી, મૈંને લીનો ગુલાલ;
હો સાંવર થોરી અઁખિયનમૈં જોબનિયું ઝૂકે લાલ,
હો બાજૈ ઢોલક, ડફ, બાંસુરિયાં,
વસંતરો રત ગાવૈ રી,
હો કોઈ કીસીકી સુન નહિ પાવૈ,
અપની ધૂન મચાવૈ રી;
હો રંગરંગમૈં હિલમિલ રુમઝૂટ ખેલત ભયે નિહાલ,
હે સાંવર થોરી અઁખિયનમૈં જોબનિયું ઝૂકે લાલ,