નીરખ ને/જ્યૉર્જ બર્નાર્ડ શૉ : બે રસપ્રદ અભિગમોમાં સામ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ઐતિહાસિક દૃષ્ટિ અને મનોવિજ્ઞાનની જોરદાર તરફેણ કરતા આજના યુગમાં શ્રી અરવિંદના જીવન વિષે વધુ વિગતો જાણવાની ઇંતેજારી થાય એ સ્વાભાવિક છે. પરંતુ શ્રી અરવિંદ એમનું જીવનચરિત્ર લખાય તેની વિરુદ્ધ હતા. તેમની જોડે સંપર્કમાં આવનાર વ્યક્તિઓનો એવો અનુભવ હતો કે તેઓ પોતાના વિશે વાત જ કરતા નહિ. ઓછાબોલાપણું એમના સ્વભાવમાં હતું એ પણ આને માટે કારણભૂત હશે. પરંતુ એથીયે ઊંડું કારણ તો એ હતું કે, તેઓ માનતા કે જીવનકથાની વિગતો ઘણી વાર કોઈ મનુષ્યના જીવનકાર્યને સમજવામાં મુશ્કેલીઓ ઊભી કરે છે. ‘ઐતિહાસિક અભિગમ’ નામના એક લેખમાં શ્રી અરવિંદે જણાવ્યું છે કે કવિતા કરતાં કવિ ઉપર વધારે પડતું ધ્યાન આપવાથી કાવ્યના આસ્વાદમાં અંતરાય આવે છે. કદાચ એમના જીવન વિષે પણ એમનું એવું જ મંતવ્ય હશે કે એમને જે કહેવાનું છે તેના તરફ જ વધારે ધ્યાન અપાય અને કોણે કહ્યું છે એ વાત અગત્યની ન ગણાય. કારણ ગમે તે હોય પણ એ હકીકત છે કે એમના જીવન વિષે આપણે પ્રમાણમાં થોડું જાણીએ છીએ. ૧૯૨૬ના અંત પછી તો તેઓ સંપૂર્ણ નિવૃત્તિમાં ચાલ્યા ગયા હતા... એમના આગલા જીવનની જે થોડી વિગતો મળે છે તેથી જિજ્ઞાસુઓને સંતોષ થવાનો સંભવ નથી.

રોહિત દવે



જ્યૉર્જ બર્નાર્ડ શૉ : બે રસપ્રદ અભિગમોમાં સામ્ય

શ્રી અરવિંદના પોતાના શિષ્યોને ઉદ્દેશીને (સાહિત્ય અને કવિતાના સંદર્ભમાં) લખેલા આશ્ચર્યમાં ડુબાડી દે એવા તીક્ષ્ણ ધારવાળા પત્રો છે. અહીં માત્ર શ્રી અરવિંદ કેવા તો વિચક્ષણ, મૌલિક અને તાજગીસભર સમીક્ષક હતા એ થોડું બર્નાર્ડ શૉના સંદર્ભમાં જોવાનું રાખ્યું છે. સાથે શૉના પરમ મિત્ર અને ચરિત્રકાર, ફ્રેન્ડ હેરિસ શૉને નાટકકાર તરીકે જે રીતે મૂલવે છે અને શ્રી અરવિંદનો નાટકકાર શૉ વિશેનો મત – એ બન્ને મૂલ્યાંકનો વચ્ચે કેવું તો સામ્ય એ બન્નેની પ્રતિભામાં આસમાન-જમીનનો ફેર હોવા છતાં નિતાંત માનવસભર પ્રમાણિકતાને કારણે ઊભું થયું છે એ બતાવવાનું રાખ્યું છે. શ્રી અરવિંદના મતે શૉ ખરેખર નાટકકાર (dramatisk) છે જ નહીં, સાચું નાટક કહી શકાય એવી રીતે એમણે કશું લખ્યું જ નથી. એમાં માત્ર એક અપવાદ હોય તો ‘કેન્ડિડા’ છે, શ્રી અરવિંદ લખે છે, ‘Shaw is a first-class play-writer - a brilliant conversationalist in stage dialogue and a manufacturer of speaking intellectualised puppets made to develop and represent by their talk and carefully wire-pulled movements his ideas about men, life and things. He gives his characters minds of various quality and they are expressing their minds all the time; sometimes he paints on them some striking vital colour, but with a few exceptions they are not living beings like those of the great or even of the lesser deamatists.’ શ્રી અરવિંદ કહે છે કે શૉની માનસિક શક્તિઓ ગમે તેવી હોય પણ સર્જક તરીકે એમનું મન ખૂબ ઠંડું, સમતોલ અને વેેધક છે. પણ પાછી શૉ કેવી તો રસપ્રદ પ્રતિભા છે એ વિશે શ્રી અરવિંદ લખે છે, ‘I am thankful to Shaw for being so refreshingly different from other men; to read even an ordinary interview with him in a newspaper is an intellectual pleasure. As for his being one of the most original personalities of the age, there can be no doubt of that. All that I deny to him is a great creative mind.’ ફ્રેન્ક હેરિસ આવેશયુક્ત, ઝઘડો કરી નાખે એવા ઉત્કટ, પણ અત્યંત મુલાયમ હૃદયવાળા છે જે કોઈના વિશેનો અન્યાય બિલકુલ સાંખી શકે નહીં અને એટલે જ તો એમણે ઓસ્કર વાઇલ્ડને છોડાવવા માટે અને એને ભગાડી જવા માટે કંઈ કરવાનું બાકી રાખ્યું નહોતું. પણ ઊભરતા પ્રેમ સાથે ચરિત્રકાર તરીકેની એમની વસ્તુનિષ્ઠ પ્રમાણિકતા પણ આંખે ઊડીને વળગે એવી હોય છે. શૉ ઉપર લખેલા જીવનચરિત્રની પ્રસ્તાવનામાં હેરિસ લખે છે, ‘In this Life, I hope to show, as well as the shadows, the more unselfish, more generous sides of Shaw. He was more disposed to stand in life against any foolish, common prejudices than any of the great men of his time. I shall concede him that, but I don’t intend to give him an inch of credit more than he deserves.’ હેરિસ લખે છે કે શૉનાં નાટકો ફરી વાંચતાં એ નાટકો વિશે પહેલાં એમને જે ઉચ્ચ અભિપ્રાય હતો એનું હવે એ સમર્થન નથી કરી શકતા. માત્ર શૉનાં બે નાટકો ‘કેન્ડિડા’ અને ‘મિસિસ વૉરન્સ પ્રોફેશન’ એમનામાં ઉષ્મા જગાડે છે. પછી એ શૉની અને શેક્સપિયરની ક્લિઓપેટ્રાને સરખાવે છે : ‘શેક્સપિયરની ક્લિઓપેટ્રા લો. મને હમેશાં એ નાઈલની જાદુગરણનું ચિત્ર – એના જેવું કદાચ કદાપિ ચીતરવામાં નથી આવ્યું – પ્રગટીકરણનો ચમત્કાર અને અભિવ્યક્તિનો ચમત્કાર લાગ્યો છે. શેક્સપિયરની પ્રિયાનું ચિત્ર છે, કારણ કે ક્લિઓપેટ્રા અલબત્ત ડાર્ક લેડી ઑફ ધ સૉનેટ્સ છે. મારા મનમાં ક્લિઓપેટ્રા હમેશાં હેમ્લેટના જેટલું ઊંચું સ્થાન ધરાવે છે... પણ શૉએ એમની ક્લિઓપેટ્રા હૃદયવિહોણી, આત્માવિહોણી, ક્રૂર નાની માંજર ચીતરી છે. મને ખાતરી છે કે શૉ સમાજવાદી પ્યૂરિટન હોવાને કારણે સાચી ક્લિઓપેટ્રા દોરી જ નથી શક્યા. શૉ એવી જ રીતે સિઝરની બાબતમાં નિષ્ફળ જાય છે. નાઇલની સેન્સ્યુઅસ અને સિડક્ટિવ સર્પિણી જેમ શૉને મન માત્ર વારાંગના છે એવી રીતે શેક્સપિયરનો અતિ માનવીય સિઝર શૉની દૃષ્ટિએ એક મેકબિલિવ અને નિર્માલ્ય માનવી છે. આગળ જતાં હેરિસ કહે છે, ‘Shakespeare’s play is extraordinarily full-blooded and passionate; he is over-sexed, one would say, and this full tide of lust in him shows, not only in his hero’s insane abandonment to his passion, but also in the superb richness of language and glow of imagery ... Shaw’s Caesar is Bernard Shaw, and his contempt for Cleopatra’s wiles is very amusing... but I do not find in Shaw’s Caesar either the ruthlessness of the Roman or the will-power and dignity of the world conqueror.’ જે રીતે શ્રી અરવિંદે શૉને નાટકકાર તરીકે પ્રમાણ્યા છે એવો જ પ્રતિભાવ શૉના પરમ મિત્ર ફ્રેન્ક હેરિસે આપ્યો છે, અને ૧૯૩૧માં શૉના જીવતાં જ ફ્રેન્ક હેરિસનું શૉ વિશેનું જીવનચરિત્ર બહાર પડ્યું, જે શૉએ પ્રમાણ્યું હતું. આપણે ત્યાં આવા યુગની રાહ જોવી રહી જ્યાં સર્જક અને ચરિત્રકાર વચ્ચે આવો સંબંધ હોય.


[નવેમ્બર, ૧૯૮૧