પન્ના નાયકનો વાર્તાવૈભવ/બે વાત
ગુજરાતી ભાષામાં ટૂંકી વાર્તા લખનાર તમામ મહત્ત્વના વાર્તાકારોની ઉત્તમ વાર્તાઓનાં સંપાદન હું છેલ્લાં વીસેક વર્ષથી કરું છું. અત્યાર સુધીમાં ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, ચુનીલાલ મડિયા, જયંતિ દલાલ, બકુલેશ, જયંત ખત્રી, કેતન મુનશી, ઘનશ્યામ દેસાઈ, ઈવાડેવ, કુંદનિકા કાપડિયા, ભગવતીકુમાર શર્મા, વર્ષા અડાલજા, વીનેશ અંતાણી, હિમાંશી શેલત, હરીશ નાગ્રેચા તથા મોહન પરમારની વાર્તાઓનાં સંપાદન હું કરી ચૂકી છું. પન્ના નાયકની વાર્તાઓ ગુજરાતી વાર્તાનું કોઈ સ્થિત્યંતર નથી પણ ડાયસ્પોરા સાહિત્યની વાત થતી હોય ત્યારે આ વાર્તાઓની પણ વાત કરવી મને જરૂરી લાગી. આ નિમિત્તે એમની બધી વાર્તાઓમાંથી પસાર થવાનું મળ્યું એ મારો આનંદ. એકત્ર ફાઉન્ડેશને આ સંપાદન કરવાનું સ્વીકાર્યું, પન્ના નાયકે સંપાદનની અનુમતિ આપી એ માટે બંનેનો આભાર. મને ઝડપભેર બધું ટાઈપ કરી આપનાર અમિતા પંચાલનો પણ આભાર.
શરીફા વીજળીવાળા