પરમ સમીપે/૨

તેજોઽસિ તેજો મયિ ધેહિ
વીર્યમસિ વીર્યં મયિ ધેહિ.
બલમસિ બલં મયિ ધેહિ
ઓજોઽસિ ઓજો મયિ ધેહિ.
મન્યુરસિ મન્યું મયિ ધેહિ
સહોઽસિ સહો મયિ ધેહિ.

તું તેજરૂપ છો, મને તેજ આપ
તું વીર્યરૂપ છો, મને વીર્યવાન બનાવ
તું બળરૂપ છો, મને બળવાન બનાવ
તું ઓજસ છો, મને ઓજસ્વી બનાવ
તું પુણ્યપ્રકોપ છો, મને પુણ્યપ્રકોપ આપ
તું સહિષ્ણુ છો, મને સહિષ્ણુતા આપ.

(યજુ. ૧૯-૯)