zoom in zoom out toggle zoom 

< પરમ સમીપે

પરમ સમીપે/૨૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૨

એક ગહન નીરવ ચિંતનમાં મને તારા પ્રતિ વળવા દે,
મારું આ આખુંયે સ્વરૂપ તથા તેની સર્વ પ્રકારની પ્રવૃત્તિઓને
તારાં ચરણોમાં એક અર્પણ રૂપે ધરી દેવા દે;
આ શક્તિઓની સર્વ રમત મને થોભાવી દેવા દે
સર્વ ચેતનાઓને એક કરી લેવા દે;
અને પછી એમાંથી કેવળ એક જ ચેતના બની રહેશે
અને એ તારા આદેશને સાંભળી શકશે અને સમજી શકશે.

…     …     …

પ્રભુ, હું નિ:સંકોચ ભાવે, નિરાગ્રહ ભાવે સર્વથા તારી છું;

તારો સંકલ્પ પૂર્ણ પ્રખરભાવે સિદ્ધ થાઓ;
મારું આખુંયે સ્વરૂપ એ સંકલ્પનો આનંદપૂર્વક સ્વીકાર કરે છે
અને એક સ્વસ્થ શાંતિપૂર્વક એને આલંબે છે.
ભાવિ માટે મારામાં હવે કોઈ પણ વિચાર નથી.
હવે તો તું જ મને, તારો મહા નિયમ શો છે
તેની એક નવીન અને વધારે સાચી કલ્પના આપીશ.
એક પરમ સમર્પણભાવે
પરમ વિશ્વાસપૂર્વક
હું રાહ જોતી બેઠી છું :
તારો શબ્દ મને માર્ગ બતાવો.
માતાજી