< પરમ સમીપે
અણુએ અણુમાં ધબકી રહેલ હે નિગૂઢ જીવન, પ્રાણીમાત્રમાં ઝળકી રહેલ હે નિગૂઢ પ્રકાશ, સર્વને, સચરાચરને એકતામાં આલિંગી રહેલ હે નિગૂઢ પ્રેમ, જે કોઈ તારી સાથે એકરૂપતા અનુભવે, તેને — બીજા સહુની સાથે પણ તે એકરૂપ જ છે, તેનું જ્ઞાન થાઓ. એની બેસંટ