પરમ સમીપે/૪
૪
દૃતે દૃંહ મા
મિત્રસ્ય મા ચક્ષુષા સર્વાણિ ભૂતાનિ સમીક્ષન્તામ
મિત્રસ્યાહં ચક્ષુષા સર્વાણિ ભૂતાનિ સમીક્ષે
મિત્રસ્ય ચક્ષુષા સમીક્ષામહે
હે પરમાત્મા
મને શુભ કર્મમાં દૃઢતા પ્રદાન કરો.
સર્વ પ્રાણીઓ મને મિત્રની દૃષ્ટિથી જુએ
હું પણ સર્વ પ્રાણીઓને મિત્રની દૃષ્ટિથી જોઉં
અમે બધાં એકબીજાને મિત્રની દૃષ્ટિથી જોઈએ.
❋
હૃદે ત્વા, મનસે ત્વા
હે દેવ, હૃદયની સ્વસ્થતા માટે, મનની સ્વચ્છતા
માટે, અમે તારી ઉપાસના કરીએ છીએ.
❋
મનસ: કામમાકૂતિં વાચ: સત્યમશીયં
મારા મનના સંકલ્પ અને પ્રયત્ન પૂર્ણ થાઓ.
મારી વાણી સત્ય વ્યવહાર કરવાને શક્તિમાન થાઓ.
❋
અપ ધ્વાન્તમૂર્ણુહિ પૂર્ધ્ધિ ચક્ષુ:
અંધકારને દૂર કરો, પ્રકાશનો પ્રસાર કરો.
(યજુ. ૩૬-૧૮, ૩૯-૪, ૩૭-૧૯; સામ. ૩ : ૯ : ૭)